Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે: રાજકોટ આગમન બાદ સોમનાથ-દ્વારકાના દર્શન અને દીક્ષાંત સમારોહમાં હાજરી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે ઢળતી સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્યો, શહેર પોલીસ કમિશ્નર, એન.સી.સી. રાજકોટના કમાન્ડન્ટ અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

    ધાર્મિક સ્થળોની મુલાકાત અને ગીરમાં આદિવાસી સમુદાય સાથે વાર્તાલાપ
    રાષ્ટ્રપતિ મુર્મુ આજે તેમના પ્રવાસ દરમિયાન સૌપ્રથમ સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરશે.

    આ ઉપરાંત, તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત પણ લેશે અને સાસણ ગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાય સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો અને જીવનશૈલી વિશે માહિતી મેળવશે. પ્રવાસના અંતિમ દિવસે, શનિવારના રોજ રાષ્ટ્રપતિ દ્વારકા જઈને જગતમંદિર દ્વારકાધીશના દર્શન કરશે.

    અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી

    ધાર્મિક મુલાકાતો ઉપરાંત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.

    રાષ્ટ્રપતિના આ ગુજરાત પ્રવાસમાં સૌરાષ્ટ્રના મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવાની સાથે શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply