Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પોરબંદરના માધવપુર ખાતે વિશ્વપ્રસિદ્ધ ઘેડ મેળાનું થયું ઉદ્દઘાટન

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે માધવપુર ઘેડના મેળાને ખૂલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો આ મેળો પૂર્વોતર તેમજ ગુજરાતની સંસ્કૃતિના સમન્વયનો અનેરો સંગમ છે. 

    મેળાના ઉદ્ધાટન અવસરે  રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલથી શરૂ થયેલા મેળામાં 14 એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તે અગાઉ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકા ખાતે દ્વારિકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

    રાષ્ટ્રપતિએ ગુજરાતના યુવાનો ઉદ્યોગસાહસિકતા અને વેપારક્ષેત્રની કુશળતાની સાથે સાથે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિનું જે રીતે જતન કરે છે, એ બાબતની પ્રશંસા કરી.

    ગુજરાતના લોકો ખાસ કરીને યુવાનો ઉદ્યોગસાહસિકતા અને વેપારક્ષેત્રની કુશળતાની સાથે સાથે ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિનું જે રીતે જતન કરે છે, એ બાબત પ્રશંસનીય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે ચાર દિવસ માટેના લોકપ્રિય માધવપુર મેળાનું ઉદ્દઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું.

    તેમણે કહ્યું કે, દેશની સાંસ્કૃતિક એકતા અને સામાજિક સૌહાર્દનું પ્રતીક છે – કૃષ્ણઅને રૂકમણીની કથા વર્ષ 2018થી આ લોકપ્રિય મેળાનું આયોજન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સાંગમાઅને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply