વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી
Live TV
-
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 241માં સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ પાસે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ઈતિહાસ તેમાથી તદ્દન અલગ તરી આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે.
ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1837માં રામનવમીના દિવસે રાત્રે થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ દેવી હતું. તેમના બાળપણનું નામ ઘનશ્યામ. મોટાભાઈ રામપ્રતાપ અને નાનાભાઈ ઈચ્છારામ હતા. ઘનશ્યામે માત્ર અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા હતા.
આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામમા જ લખવામાં આવી હતી. લોકોના આત્યંતિક કલ્યાણ માટે તેઓ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું હતું.
આ દિવસે ભવ્ય દિવ્ય અવલોકિક અક્ષર ભુવન એટલે દિવ્ય અને દુર્લભ મ્યુઝિયમનો શિલાન્યાસ વિધિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તથા સમગ્ર ભારતભરના વડતાલ તાબાના મુખ્ય સંતો, ભારતભરના હરિભક્તોની હાજરીમાં કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ ભાગ લીધો હતો.
આ મ્યુઝિયમ આશરે દોઢસો કરોડથી પણ વધારેના ખર્ચે તૈયાર થવાનું છે. જેમાં ભગવાન સ્વામિનારાયણે અંગીકાર કરેલી વસ્તુઓ, દુર્લભ અને દિવ્ય વસ્તુઓ તેમજ તે વખતના સંતોની પણ દુર્લભ વસ્તુઓ રાખવામાં આવશે. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સંતોએ આશિર્વચન પાઠવ્યા હતા.
