Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સૌપ્રથમ 'ગ્લોબલ સિંધુ સમિટ' નું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • રાજ્યના કુટીર ઉદ્યોગ તથા સહકાર મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

    સિંધી સમાજના યુવાનોને વેપાર માટે એકમંચ પર લાવવા અમદાવાદમાં સૌપ્રથમ 'ગ્લોબલ સિંધુ સમિટ' નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના કુટીર ઉદ્યોગ તથા સહકાર મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    કુટીર અને સહકારમંત્રી જગદીશ પંચાલે આ પ્રસંગે સિંધી યુવાનો રાજ્યના આર્થિક વિકાસની સાથે સશક્ત ગુજરાતના નિર્માણમાં સિંહ ફાળો આપશે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સમિટમાં વિવિધ વિષયોના 600 જેટલા નિષ્ણાત ડેલીગેટ્સો એ  ભાગ લીધો હતો, આ ઉપરાંત અન્ય 10 દેશોના સિંધી ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સ્ટાર્ટ અપ યુવાનો જોડાયા હતાં.

    આ સમિટમાં ઉપસ્થિત યુવાનોને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા  વેપાર- ધંધા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને પૂર્વ મંત્રી માયાબેન કોડનાની એ ઉપસ્થિત રહીને યુવા સિંધી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply