ભરૂચના દહેજની ઓમ ઓર્ગેનિક નામની ફેકટરીમાં મોડી રાતે થયો ભયાનક વિસ્ફોટ
Live TV
-
ભરૂચ જિલ્લાનાં ઔદ્યોગિક વિસ્તાર એવા દહેજમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છ કામદારોના મોત નિપજ્યા છે. મોડી રાત્રે દહેજ ફેઝ-3 માં આવેલી ઓમ ઓર્ગેનિક ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે કામ કરી રહેલા છ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ જેટલાં કામદારો ઘાયલ થયા હતા. વિસ્ફોટની જાણ થતાં વહીવટીતંત્રએ તપાસ આરંભી અને બીજી તરફ ફાયર બ્રિગેડ દ્વારા પણ કલાકોની જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મૃતકોના પરિવાર માટે પીએમ ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની તેમજ ઇજાગ્રસ્તો માટે રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.
