Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માળખાગત સુવિધા અને સલામતીના કામો પૂરજોશમાં

Live TV

X
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની તથા મુસાફરોની સુવિધા અને સલામતીના કામો ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

    નેશનલ હાઇવે NH47, NH147 અને NH58 પર અલગ-અલગ વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત તેમજ અન્ય કારણોસર ક્ષતિ પામેલા તેમજ નિર્માણ હેઠળ રહેલા માર્ગો અને ઓવરબ્રિજ પર પેચવર્ક અને મરામતની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47(NH47) પર અમદાવાદ બગોદરા સેક્શનમાં રસ્તાની ડામર સપાટી પર રોડ સેફ્ટી ફર્નીશીંગ આઈટમ અન્વયે થર્મોપ્લાસ્ટના પટ્ટાની કામગીરી પ્રગતિમાં છે. 

    ચિલોડા ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147(NH147) પર ઈસ્કોનથી સાણંદ ફ્લાયઓવર સેક્શનમાં વાહનચાલકોની સુગમતાના હેતુથી અંદાજે 4કિમી.ના એલિવેટેડ કોરિડોરની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિ હેઠળ છે. એ જ રીતે, ચ-૦ થી ઈન્દ્રોડા સેક્શનમાં વાહનચાલકોની સલામતી અને સુગમતાના હેતુથી રોડ સેફ્ટી અન્વયે ગેરકાયદેસર કટ ક્રેશ બેરીયર ઈન્સ્ટોલેશન તથા રીપેરીંગ દ્રારા બંધ કરવાની કામગીરી પ્રગતિમાં છે.

    ગુજરાત બોર્ડર આંતરસુબા વડાલી ધરોઈ સતલાસણા ખેરાલુ પાલનપુર રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58(NH58) પર ખેરાલુ પાલનપુર સેક્શનમાં રસ્તાની સપાટીને થયેલ નુકશાન અન્વયે તથા વાહનચાલકોની સલામતી અને સુગમતાના હેતુથી ડામરના પેવર પટ્ટા, રસ્તાની સફાઈ, જંગલ કટીંગ, રોડ ફર્નીશિંગ આઈટમ ની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિ હેઠળ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply