Skip to main content
Settings Settings for Dark

રેલ્વે તંત્રએ રેલ્વે ટ્રેક ધોવાતાં તમામ રૂટ બંધ કરી દેતા લોકોમાં રોષ

Live TV

X
  • ભારે વરસાદના કારણે ગીરગઢડા નજીકનો રેલ્વે ટ્રેક ધોવાતાં તંત્ર દ્વારા એક માસ સુધી આ રૂટની તમામ આઠ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.

    ભારે વરસાદના કારણે ગીરગઢડા નજીકનો રેલ્વે ટ્રેક ધોવાતાં તંત્ર દ્વારા એક માસ સુધી આ રૂટની તમામ આઠ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. તાલાલા-ઉના લાઇન સિવાય જૂનાગઢ-અમરેલી સુધીના ટ્રેક પર કોઇ તકલીફ ન હોવા છતાં રેલ્વે તંત્રએ તમામ રૂટ બંધ કરી દેતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ટ્રેન વ્યવહાર સાથે આસપાસના કુલ 12 તાલુકાઓ જોડાયેલો હોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે તાલાલા હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ થયા બાદ તેની ચકાસણી કરીને ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ કરાશે તેવી હૈયાધારણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ રેલવે માર્ગ તાલાલાથી કેરી અને ગોળ સહિતની વસ્તુઓના વેપાર માટેનું મહત્ત્વનું માધ્યમ છે. જે બંધ થવાથી અનેક મુસાફરોને તથા વેપારીઓને અસર પહોંચી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply