Skip to main content
Settings Settings for Dark

લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

Live TV

X
  • રાજ્યભરમાં ૨૯ ઓક્ટોબર- લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે.

    કૃષિ મંત્રીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫૮૫૦, મગનો રૂ.૭૭૫૫, અડદનો રૂ.૬૬૦૦ અને સોયાબિનનો રૂ.૪૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં મગફળીના ૯ લાખ ૭૯ હજાર મે.ટન, મગના ૯૫૮૮ મે.ટન, અડદના ૨૩ હજાર ૮૭૨ મે.ટન અને સોયાબિનના ૮૧ હજાર ૮૨૦ મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે. 

    જે અંતર્ગત ખરીફ ૨૦૨૨-૨૩માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.૫૭૨૯ કરોડ, મગ પાકની રૂ.૭૬ કરોડ, અડદ પાકની રૂ.૧૫૮ કરોડ અને સોયાબીન પાકની રૂ.૩૫૨ કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.૬૩૧૫ કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ રાજ્યના અંદાજિત ૩.૫૦ લાખ ખેડૂતોને મળશે.

    કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, 'ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ ૧૬૦ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે. 

    લાભપાંચમ, ૨૯ ઓકટોબરે કૃષિ મંત્રીરાઘવજી પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply