વેરાવળના આદ્રી ફોરેસ્ટ રેન્જમાં લાગી આગ
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રી ફોરેસ્ટ રેન્જના જંગલ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે આગ લાગી હતી. આગને કાબુમાં લેવા સ્થાનિકો અને વનવિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. પ્રકૃતિ અને પ્રાણીઓનું વધુ નુકસાન ન થાય તેના માટે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
હાલ સુધીમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
