અંતરિયાળ ગામોમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચાલતી આશ્રમશાળા
Live TV
-
અંતરિયાળ ગામોમાં વસવાટ કરતા બાળકો અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે આશ્રમશાળાની શરૂઆત કરવામાં આવી છે. તાપી જિલ્લામાં 50થી વધુ આશ્રમશાળા આવેલી છે. આ શાળાઓમાં જ ભણીને આદિવાસી વિદ્યાર્થીઓ પોતાનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. સર્વાંગી વિકાસમાં કોઈ અડચણ ના આવે તેના માટે સંલગ્ન વિભાગ દ્વારા તેમાં કોઈ કસર છોડવામાં આવતી નથી.
આ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે-સાથે રહેવા-જમવાની સુવિધા છે. આ આશ્રમશાળામાં અભ્યાસની સાથે બાહ્ય જ્ઞાન મળે તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.
