ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કર્યું ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨-૨૦૨૮નું લોન્ચ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નવતર પહેરૂપ ઇલેકટ્રોનિકસ પોલીસી 2022-2028નું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યું હતુ. આ પોલિસીમાં નીચે મુજબના મુદ્દાનું ધ્યાન રખાયું છે.
- 2028 સુધીમાં ઇ.એસ.ડી.એમ. ક્ષેત્રે 10 લાખ રોજગારીના સર્જનનો
- કેપીટલ આસીસ્ટન્સમાં 20 ટકા સુધીની મહત્તમ સહાય
- સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ર્ટ્રેશન ફીમાં 100 ટકાનું વળતર
- પાંચ વર્ષ માટે ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજની વાર્ષિક રૂ.10 કરોડ સુધીની સહાય, આવી મહત્વપૂર્ણ સહાય અને પ્રોત્સાહનો આ પોલીસીમાં આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ પોલીસીનું લોન્ચીંગ સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા તેમજ GESIAના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.
