નડિયાદ સ્ટેશન પર 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું
Live TV
-
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ જંકશન સ્ટેશન પર 2.25 કરોડના નવનિર્મિત રેલવે ફુટ ઓવરબ્રિજનું કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણેના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં દંડક પંકજ દેસાઈ, વડોદરાના ડી.આર.એમ અમિતકુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું છે, ફુટ ઓવરબ્રિજની બંન્ને બાજુ લીફ્ટનું કામ પૂર્ણ થવાના આરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત ગૌરવયાત્રા દરમિયાન કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ નડિયાદની મુલાકાત લીધી ત્યારે નડિયાદએ સરદાર વલ્લભાઈ પટેલની જન્મભૂમિ હોય તેમની સ્મૃતિની થીમ પર નડિયાદ સ્ટેશનને વિશ્વ સ્તરીય ઓપ આપી તેનું બાંધકામ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ફુટ ઓવરબ્રિજનો મુસાફરો ઉપયોગ કરે અને રેલવે ટ્રેક પર પાટા ઓળંગી નિયમો તોડવાનું ટાળે અને પરિવારનો ખ્યાલ રાખવાની પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે અપીલ કરી હતી.
