Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા માટે કામ કરી રહી છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. હજારો યુવા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ધનતેરસના શુભ દિવસે તેમણે રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો જ્યાં તેમણે 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઘનતેરસના દિવસે જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે અને 5000 ઉમેદવારોને ગુજરાત પંચાયત સેવા બોર્ડમાંથી નિમણૂક પત્રો મળી રહ્યા છે જયારે 8000 ઉમેદવારોને ગુજરાત સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડમાંથી તેમના નિમણૂક પત્રો મળી રહ્યા છે. ગુજરાતમાં 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી એક વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

    પ્રધાનમંત્રીએ રોજગારની તકો ઊભી કરવા અને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિને શ્રેય આપ્યો હતો. તેમણે ઓજસ જેવા ડિજિટલ પ્લેટફોર્મની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘અનુબંધમ’ મોબાઈલ એપ અને વેબ પોર્ટલ દ્વારા રાજ્યમાં રોજગાર શોધનારાઓ અને નોકરી આપનારાઓને જોડીને રોજગારને સરળ બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં રોજગાર મેળાનું આયોજન થતું રહેશે. કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે. 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના દરજ્જા તરફ ભારતની કૂચમાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ તેમને સમાજ અને દેશ પ્રત્યે તેમની ફરજ નિભાવવા જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply