Skip to main content
Settings Settings for Dark

લીંબડી નગરપાલિકાના 5.47 કરોડના 17 કામોનું ઈ-લોકાર્પણ તથા 29 કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Live TV

X
  • "સ્વચ્છ લીંબડી સ્વસ્થ લીંબડી” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે લીંબડી ખાતે નગર પાલિકાના રુપિયા 5.47 કરોડના 17 કામોનું ઈ-લોકાર્પણ તથા 29 કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારે રાજ્યના શહેરી વિસ્તારોમાં અનેક નવા વિકાસલક્ષી કાર્યો કર્યા છે. પાણી, વીજળી, રોડ રસ્તા, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્યલક્ષી અને શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ લીંબડી નગરવાસીઓને પ્રાપ્ત થાય તે માટે નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જેના કારણે લીંબડી નગરપાલિકા વિસ્તારમાં અનેક નવા વિકાસકામો થઈ રહ્યા છે. આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ તેમજ ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply