Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • ભાજપ દ્વારા રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જે સુરેન્દ્રનગર જિલ્લામાં સુખપર ગામેથી પ્રવેશી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર, ડૉ.મહેન્દ્ર મુંજપરા , પુરુષોત્તમ રૂપાલા, ધ્રાંગધ્રા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જાહેસભાને સંબોધન કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરેલ વિવધ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 

    સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રામાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિશાળ જનસમૂહને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકારથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તો દેશનું પુન:સ્થાપન પણ થઈ રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    ઓલપાડ તાલુકામાંથી ભરૂચ જિલ્લાના સાહોલ ગામે ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થતા સાંસદ મનસુખ વસાવા, સહિતના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ગુજરાત ગૌરવ યાત્રાની સભા પાલિતાણા ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં આ ગૌરવ યાત્રા પ્રથમ દિવસે વલભીપુર, ગારિયાધાર થઈને પાલિતાણા પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ અને ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપની શાસન પ્રથા અને થયેલા વિકાસની વાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply