Skip to main content
Settings Settings for Dark

મહેસાણાના બેચરાજીથી શરૂ કરાયેલી ગૌરવ યાત્રા પ્રધાનમંત્રી મોદીના માદરે વતન વડનગર પહોંચી

Live TV

X
  • મહેસાણાના બેચરાજીથી શરૂ કરાયેલી ગૌરવ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર પહોંચી હતી. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ જશુ પટેલ, વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ પરેશ પટેલ ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન અને એમાંય હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં આવીને હું ધન્યતા અનુભવું છું. 

    ડાંગના આહવા સરદાર સ્મારક ખાતે ગૌરવ યાત્રા અંતર્ગત  કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તે, કેબિનેટ મંત્રી જીતુ ચૌધરી અને સાંસદ પ્રભુ વસાવાએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા સાથે બિરસા મુંડાની પ્રતિમાને પણ નમન કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ અભિમાન સન્માન માટે અને આઝાદી માટે ભગવાન બિરસા મુંડાના કાર્યોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતે કરેલા વિકાસ અને લોકોના વિશ્વાસની ઝાંકી છે. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય આતિશબાજી અને ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતું નૃત્યુ સાથે મહિલાઓ માથે કળશ લઈ ડાંગી ગીતોના સથવારે બિરસા મુંડા ગૌરવ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply