લૉકડાઉન દરમિયાન ડિટેઈન કરેલા વાહનો મુકત કરવા રાજ્ય સરકારે મહત્વનો લીધો નિર્ણય
Live TV
-
લૉકડાઉન દરમિયાન ડિટેઈન કરેલા વાહનો મુકત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લોકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના કિસ્સામાં સમાધાન ફી લઇ કેસોનો ઝડપી નિકાલ કરવા રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ માટે જાહેરનામાં દ્વારા પોલીસ હેડ કોન્સટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે કે રાજ્યમાં લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ , તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ, ડીટેઇન થયેલા વાહનો મુકત કરાવવા, વાહન માલિકને પોલીસ તથા R.T.O એમ 2 કચેરીએ જવું ન પડે, અને સોશીયલ ડીસન્ટસીંગ પણ જળવાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
