આણંદ : હાડગુડ ગામે વધુ બે કોરોના પોઝિટીવ કેસ , જિલ્લામાં કુલ 5 કેસ
Live TV
-
એક કેસ ખંભાતમાં જ્યારે હાડગુડ ગામમાં જ વધુ બે કોરોના પોઝિટીવ કેસ નીકળ્યા
આણંદ જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે કેસ નોંધાયા છે..જિલ્લાના હાડગુડ ગામમાં અગાઉ એક કેસ કોરોનાનો પોઝિટીવ આવ્યો હતો..અને આ જ ગામના વધુ બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ ગામમાં ભય ફેલાયો છે..મળતી માહિતી મુજબ હાડગુડ ગામના મહેબુબઅલી મકસૂદમિયા સૈયદ અને રહિશખાન યાસિદખાન પઠાણના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે..જ્યારે ખંભાતમાં સરોજબેન પટવાર નામની 53 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે..આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વાયરસનું સંક્રમણ થયુ હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યુ છે..હાડગુડમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાડગુડ ગામને સેનેટાઈઝ કરવાની કાર્ય શરૂ કર્યુ હતુ..હાડગુડ ગામના રજાનગર-2 અને કોરોના પોઝિટીવ આવેલા દર્દીના આસપાસના 54 જેટલા ઘરોને કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.એટલુ જ નહી આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ પણ કર્યો હતો..આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી..જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે કે છેલ્લા 15 દિવસમાં જિલ્લા બહારથી આવેલા અથવા તો રાજ્ય બહારથી આવેલા લોકોની માહિતી પોલીસને અથવા આરોગ્ય વિભાગને આપવામાં આવે..સૂચનાનો ભંગ કરનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.કલેક્ટર દ્વારા ટ્વીટર પર આ જાણકારી સાથે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે..જેમાં નાગરિકો બહારથી આવેલ વ્યક્તિની માહિતી નીચે જણાવેલા નંબર પર આપી શકે છે..
હેલ્પલાઈન નંબર
પોલીસ - 100
આરોગ્ય - 02692 260675
જિ.કન્ટ્રોલ રૂમ - 02692 243222મહત્વનુ છે કે આ પહેલા આણંદના ચિખોદરા ચોકડી પાસે ગેરેજ મિકેનીકનું કામ કરતા તથા હાડગુડ ગામે રહેતા સાહીદખાન પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પત્ની સહિત અન્ય પાંચ પરિવારજનોને હાલ તપાસ અર્થે લઇ જવામાં આવ્યા છે સાથે સાથે અન્ય સંપર્કમાં આવેલા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ સામે ચાલી તંત્રનો સંપર્ક કરે જેથી સમય રહેતા તેઓની પણ મેડિકલ જાત કરી શકવામાં સરળતા રહે..ચિખોદરા ચોકડી ખાતે આવેલા અલ આદર્શ ગેરેજને પણ સીલ કરી તેને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યુ હતુ.
