વડોદરામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 77 પર પહોંચતા શહેરને વિવિધ ઝોનમાં વહેંચાયુ
Live TV
-
ચાર ઝોનને રેડ ઝોન, ઓરેન્જ ઝોન, યેલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરી સેમ્પલ લેવામાં આવશે
વડોદરામાં કોરોના પોઝિટિવ આંક 77 પર પહોંચતા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણયોની જાણકારી આપવા સર્કિટ હાઉસ ખાતે વડોદરાના OSD ડો.વિનોદ રાવ અને મ્યુ.કમિશ્નર નલિન ઉપાધ્યાયે પત્રકાર પરિષદ યોજી . શહેરને વિવિધ ઝોનમાં વહેંચવામાં આવ્યું.. રેડ ઝોનમાં નાગરવાડા અને તાંદળજાના અમુક વિસ્તારની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. શહેરને ચાર ઝોન રેડ ઝોન,ઓરેન્જ ઝોન , યેલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરીને સેમ્પલિંગ ટેસ્ટિંગ કરવામાં આવશે.
ઓરેન્જ ઝોનનાં વધુ માં વધુ તકેદારી રાખવાનાં વિસ્તારોમાં શહેરની બાવનચાલ , મોગલવાડા, યાકુતપુરા ,બહાર કોલોની , દુધવાળો મહોલ્લો , નવાપુરા ( અમુક વિસ્તાર ) મેમણ કોલોની , તાંદળજા ગામ , કાળી તલાવડી નો સમાવેશ યેલો ઝોન માં વધુ તકેદારી રાખવાના વિસ્તારો,ફતેપુરા , કિશનવાડી , એકતાનગર , રામદેવનગર ,સોમા તળાવ , આદર્શનગર ( તરસાલી ) , અનુપમનગર ( ઝવેરનગર ) ,ધાધરેટિયા , કુંભરવાડા (લાલબાગ ) , નવાયાર્ડ ( ડી - કેબીન ) નો સમાવેશ ગ્રીન ઝોન તકેદારી રાખવાના વિસ્તારો ૪૦%સેમ્પલ રેડ ઝોન ,૨૦% ઓરેન્જ અને યેલો ઝોન માં સેમ્પલ બાકી સેમ્પલ ગ્રીન ઝોન માં કરવામાં આવશે.
