Skip to main content
Settings Settings for Dark

13થી 17 એપ્રિલ એપીએલ-૧ કાર્ડ ધારકોને અનાજના જથ્થાનું વિતરણ

Live TV

X
  • સુખી સપન્ન પરિવારોને હક જતો કરવા મુખ્યમંત્રીની અપીલ, ૧૭ એપ્રિલ સુધીમાં ૬૦ લાખ પરિવારોને અનાજનો જથ્થો મળશે.

    મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં 8 એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ પ્રજાહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા. 13 એપ્રિલ-2020થી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 60 લાખ APL-1 કાર્ડધારકો એટલે કે 2.50થી 3 કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે. આ હેતુસર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.આ સમિતીએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, વિતરણની સુચારૂ વ્યવસ્થા અને સાચા લાભાર્થીઓને કોઇ પણ જાતની અવ્યવસ્થા વગર અનાજ મળી રહે તે માટે તમામ કાર્યવાહી કરવાની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply