રાજ્યમાં કોરોનાના દર્દીનો કુલ આંકડો 432 થયો, નવા 54 કેસ નોંધાયા - જયંતિ રવિ
Live TV
-
તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.
