Skip to main content
Settings Settings for Dark

લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકારે કર્યા ચાર મહત્વના નિર્ણયો.

Live TV

X
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો અને પ્રજાજનોની સુવિધાઓ માટે ૪ મહત્વના નિર્ણયો કર્યા.

    કોરોના વાયરસ સામે સાવચેતી અને સતર્કતાની જનજાગૃતિ મેળવવા ભારતભરમાં લોકડાઉનની સ્થિતી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આ ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને સરળતાએ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ અનાજ અપાશે અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત થઇ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ-ભોજન વ્યવસ્થામાં રાજ્ય સરકાર સહાય સંકલન કરશે. અન્ય રાજ્યોના ગુજરાતમાં વસતા શ્રમિકો-કામદારોના રહેવા-જમવાની વ્યવસ્થા માટે જિલ્લાતંત્રની ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી જિલ્લાતંત્ર મદદરૂપ થશે. બિયારણ-ખાતર અને પેસ્ટીસાઇઝડ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરાઇ-જરૂરિયાત પ્રમાણે વિતરણ થઇ શકશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply