લોકડાઉન ફરી અમલી થવાનું છે એ વાત માત્ર અફવાઃ નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા-કહ્યું, લોકો ન દોરાય ગેરમાર્ગે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં લોકડાઉનની અફવા અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન વધારવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, લોકડાઉન અંગેના અફવાઓ પર ધ્યાન આપવું નહીં. ગુજરાતમાં જરૂરી તમામ ધંધા-રોજગાર શરૂ રહેશે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યસભાની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યોનું સમર્થન હોવાથી રાજ્યસભાની ત્રણેય બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે.
