અમદાવાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે કેમ તેના પર અસમંજસની સ્થિતિ યથાવત
Live TV
-
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, રથયાત્રા પર હાલ કોઈ નિર્ણય નહીં-ટૂંક સમયમાં કરાશે નિર્ણય.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મહામારી કોરોનાના કારણે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્યાર સુધી રાજ્ય સરકારે રથયાત્રા યોજવી કે નહીં તે અંગે કોઈ નિર્ણય કર્યો નથી. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોના રાજ્ય અને તેના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠકો ઉપર ભાજપના જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
