કોરોનાની સ્થિતિમાંથી બહાર આવી રાજ્ય ફરી ધબકતું થયું
Live TV
-
કોવિડ-19ની સ્થિતિને પગલે થંભી ગયેલા રાજ્યના અર્થતંત્રને ફરી ધબકતુ કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસ સતત યથાવત છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં રાજ્યના 87 હજાર 834 MSME એકમોને 2 હજાર 428 કરોડ રૂપિયા લોનની સહાય આપવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદ જિલ્લાના MSME એકમોને વિતરણ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત 30મી મેના રોજ એક વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રીયકૃત બેન્ક્સ અને MSME સહિતાના વેપાર ઉદ્યોગ અગ્રણીઓ સાથે કાર્યનીતિ ઘડી હતી. જેમાં ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળતા માત્ર 15 દિવસની આ MSME એકમોને લોનની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
