અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નિકાળવા અંગેનો આવતીકાલે યોજાશે નિર્ણય
Live TV
-
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નિકાળવા અંગેનો આવતીકાલે યોજાશે નિર્ણય.મોરબીની મચ્છુમાતાની નિકળતી યાત્રા મોકૂફ.
આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નનાથ જી ની રથયાત્રા નીકળવાની છે ત્યારે સરસ પુર ખાતે મામેરાની તૈયારી શરૂ થઈ ગઈ છે. દર વખતે ભગવાનના મામેરાની વિધિને માટે લકી ડ્રો કરવામાં આવતો હોય છે. પરંતુ 143 વર્ષમા આ વર્ષે પ્રથમવાર ભગવાનનું મામેરુ લકી ડ્રો ના માધ્યમથી નહીં પરંતુ સમગ્ર સરસપુર ગામ દ્વારા સંયુક્ત રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભગવાનનું મામેરું આવતીકાલે સાંજે 4:00 વાગે કરવામાં આવશે. જેમાં વસ્ત્રો, દાગીના, સુભદ્રાજીની સાડી, પાર્વતી શણગાર વગેરે વસ્તુઓ મુકવામાં આવશે. આ વર્ષ,ે કોરોના વાયરસના સંક્રમણને કારણે સરસપુર વાસીઓ દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મામેરાની વિધિ કરવામાં આવશે. ત્યારે કોરોનાના પગલે સરસપુર મંદિર ખાતે ભક્તો દૂરથી દર્શન કરી રહ્યા છે.
