લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં થયેલ મતદાન પૈકી એક બેઠકનું મતદાન થયું રદ
Live TV
-
ભારતીય ચૂંટણી પંચે 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58 અન્વયે મતદાન કર્યું રદ તારીખ 12 મે 2019ના રોજ ધર્મજ મતદાન મથક પર યોજાશે ફેર મતદાન
લોકસભા ચૂંટણી દરમિયાન તારીખ 23 એપ્રિલ 2019ના રોજ થયેલ મતદાન પૈકી આણંદ જિલ્લાના લોકસભા મત વિભાગ આણંદના વિધાનસભા મતવિભાગ સોજીત્રાના મતદાન મથક 239 ધર્મજ બેઠકનું મતદાન રદ થયેલ છે. ભારતના ચૂંટણી પંચે 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58 અન્વયે રદ કરેલ છે. આ મતદાન મથક પર હવે તારીખ 12 મે 2019ના રોજ નવેસરથી મતદાન કરવામાં આવશે
