Skip to main content
Settings Settings for Dark

વડનગર નજીક ઉત્ખનન દરમ્યાન પ્રાચીન દિશાસૂચક સ્થાપત્ય મળ્યું

Live TV

X
  • વડનગર નજીક ઉત્ખનન દરમિયાન 5મી સદીનું દિશાસૂચક સ્થાપત્ય મળી આવ્યું છે

    ઐતિહાસિક નગરી વડનગર જે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન તરીકે જાણીતું છે તેની આસપાસ ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પાંચમી સદીની ઈમારત મળી આવી છે. અમર ખોળ નજીક ઉત્ખનન દરમિયાન બે મીટર વ્યાસ ધરાવતું દિશાસૂચક યંત્ર મળી આવ્યું છે જે સોલંકી કાળનું હોવાનું મનાય છે. આ ઈમારત અસામાન્ય ઈંટોનું બનેલું છે. છેલ્લી પ્રવૃત્તિમાં માનવ કંકાલો પણ મળી આવ્યાં છે જેને મારીને ત્યાં દાટી દેવાયા હોવાનું મનાય છે. મૈત્રક કાળથી સોલંકી કાળ દરમિયાન આ સ્થળે માનવ વસવાટ હતો. ત્યાર બાદ આ સ્થાન છોડી દેવાયું હતું.
    આ સ્ટ્રકચરની ઇંટો પર ત્રણ સીધી રેખાઓ દર્શાવાઇ છે. જે પૌરાણિક ગ્રંથ આધારિત છે. ત્રણ દૈવી શક્તિઓને લગતી ત્રણ રેખાઓ દોરેલી છે. આ માટે પુરાતત્વ વિભાગ સંશોધન કરી રહ્યો છે. આ અદભુત સ્ટ્રક્ચરને લઇ લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply