વડોદરાઃ સાંસદ ખેલ સ્પર્ધા 2022માં 1527 લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો
Live TV
-
વડોદરામાં યોજયેલ સાંસદ ખેલ સ્પર્ધા - વડોદરા 2022 કાર્યક્રમમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમપ્લેક્સ ખાતે 1,527 લોકોએ એક સાથે 51 સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો છે. 51 સૂર્ય નમસ્કાર કરવાના કાર્યક્રમમાં ભાઈઓ કરતાં બહેનોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. 5 વર્ષથી લઈને 60 વર્ષના તમામ લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા. કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. રમત-ગમત વિભાગ વડોદરા અને પતંજલિ યોગપીઠના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
