Skip to main content
Settings Settings for Dark

વડોદરાથી દિલ્લી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં લાઈટ ગુલ થતાં મુસાફરો પ્લેનમાં ગૂંગળાયા

Live TV

X
  • વડોદરાના હરણી એરપોર્ટ પર ગત રાત્રે ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી સામે આવી છે. વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક પાવર ગુલ થઈ જતાં મુસાફરો અડધા કલાક સુધી ફ્લાઇટની અંદર જ અટવાયા હતા. બંધ વિમાનમાં એસી અને લાઇટો બંધ થઈ જતાં મુસાફરોમાં ગૂંગળામણની સ્થિતિ પેદા થઈ હતી, જેને પગલે રોષે ભરાયેલા પ્રવાસીઓએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.

    વડોદરાના હરણી એરપોર્ટ પર ગત રાત્રે ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી સામે આવી છે. વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક પાવર ગુલ થઈ જતાં મુસાફરો અડધા કલાક સુધી ફ્લાઇટની અંદર જ અટવાયા હતા. બંધ વિમાનમાં એસી અને લાઇટો બંધ થઈ જતાં મુસાફરોમાં ગૂંગળામણની સ્થિતિ પેદા થઈ હતી, જેને પગલે રોષે ભરાયેલા પ્રવાસીઓએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.

    ટેકનિકલ ખામી સર્જાતા એસી-લાઇટો બંધ થઈ
    મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 657 રનવે પર રવાના થાય તે પહેલા જ તેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એરક્રાફ્ટમાં વીજ પુરવઠો (પાવર સપ્લાય) સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પાવર ડિસરપ્શનના કારણે વિમાનની અંદરની તમામ લાઇટો અને એર કંડિશનર (AC) બંધ થઈ ગયા હતા.

    પ્લેનમાં મુસાફરો 'કેદ' થયા, શ્વાસ લેવામાં તકલીફ પડી
    રાત્રે ૮:૫૦ વાગ્યાથી લઈને ૯:૧૫ વાગ્યા સુધી, એટલે કે અંદાજે ૨૫ મિનિટ જેટલા સમય સુધી મુસાફરો પેક વિમાનની અંદર જ પૂરાઈ રહ્યા હતા. ઉનાળાની સિઝનમાં એસી બંધ થઈ જતાં વિમાનની અંદરનું તાપમાન અચાનક વધી ગયું હતું અને પ્રવાસીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. તેમાંય નાના બાળકો અને વડીલોની હાલત વધુ કફોડી બની હતી.

    મુસાફરોએ નીચે ઉતરી જવા જીદ પકડી
    અંદર બેસવું અશક્ય બનતાં અને એરલાઇન્સના સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં મુસાફરોનો પિત્તો ગયો હતો. જીવના જોખમે અંદર બેસી રહેવાને બદલે મુસાફરોએ વિમાનમાંથી નીચે ઉતરી જવાની જીદ પકડી હતી અને સ્ટાફ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. હોબાળો વધતા જ એરપોર્ટ પ્રશાસન અને ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply