Skip to main content
Settings Settings for Dark

વડોદરાનાં ઉદ્યોગ સાહસિક આત્મનિર્ભર ભારતની હાંકલને અનુસરીને બજારમાં મૂકી ગાયના છાણમાંથી રાખડીઓ

Live TV

X
  • કોરોના સંક્રમણને પગલે આ વર્ષે રાખડીઓમાં પણ નવીનતા જોવા મળશે. ભારતીય પરંપરા મુજબ ઉજવાતા રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં આ વર્ષે બહેન ભાઈના કાંડા પર ગાયના છાણમાંથી બનાવેલી રાખડી બાંધીને ભાઈના દીર્ધઆયુષ્યની કામના કરશે. વડોદરાનાં ઉદ્યોગ સાહસિક મુકેશભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની હાંકલને અનુસરીને ગાયના છાણમાંથી રાખડીઓ બનાવીને બજારમાં વેચાણમાં મૂકી છે. મુકેશભાઈએ ગાયના છાણ પર પ્રોસેસ કર્યા બાદ વિવિધ કદ અને ડિઝાઈનની રાખડીઓની ડાઈ બનાવીને રાખડીઓ તૈયાર કરાવી છે. આ આયુર્વેદિક રાખડીઓ પર સુશોભન કામ કરવા માટે ગ્રામીણ મહિલાઓને તૈયાર કરીને વ્યવસાય શરૂ કર્યો છે અને હાલ 65 જેટલી બહેનોને રોજગારી આપી રહ્યાં છે.ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ તથા રાખડીઓનો ઉપયોગ કરવાથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે.કોરોનાની મહામારીમાં ગૌમાતાનાં છાણમાંથી બનાવેલી વૈદીક રાખડીઓની વધુ માંગ ઉભી થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply