વડોદરામાં બુલેટ ટ્રેનનું બની રહ્યુ છે અત્યાધુનિક હાઇ-સ્પીડ હબ
Live TV
-
વડોદરા: ભારતની મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક નગર વડોદરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સ્ટેશન માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ અદભુત વાસ્તુકલા અને ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટીનું ઉત્તમ ઉદાહરણ બનવા જઈ રહ્યું છે.
વડોદરા: ભારતની મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક નગર વડોદરા ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સ્ટેશન માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ અદભુત વાસ્તુકલા અને ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટીનું ઉત્તમ ઉદાહરણ બનવા જઈ રહ્યું છે.
ભારતીય રેલવે સાથે સીધું એકીકરણ
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ભારતીય રેલવેના હાલના વડોદરા રેલવે સ્ટેશનની નજીક, પંડ્યા બ્રિજ પાસે કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે નિરવધિ અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ સ્ટેશન હાલના પ્લેટફોર્મ નં. 7 ઉપર જ બનાવવામાં આવી રહ્યું છે. આ એકીકરણ (Integration) થકી મુસાફરો કોઈપણ મુશ્કેલી વગર બંને રેલવે સેવાઓ વચ્ચે સરળતાથી ઇન્ટરચેન્જ (એકથી બીજા પરિવરણમાં સ્થાનાંતરણ) કરી શકશે. વળી, આ સ્ટેશનનું વર્તમાન સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેર અને આંતરરાજ્ય બસ ડેપો સાથે ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટી પૂરું પાડે છે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચશે.
વડના વૃક્ષથી પ્રેરિત ભવ્ય ડિઝાઇન
આ સ્ટેશનની આર્કિટેક્ચરલ ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. વડોદરા શહેરમાં જોવા મળતા વિશાળ વડ (વટવૃક્ષ)ના વૃક્ષની આકૃતિ અને તેના પાંદડાઓમાંથી પ્રેરણા લઈને આ સ્ટેશનનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેશનના આંતરિક ભાગોનું આયોજન અત્યંત ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોના વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ મળી રહે અને મુસાફરો કુદરતી વાતાવરણનો અનુભવ કરી શકે. આ સાથે જ મુસાફરોને સ્ટેશનની અંદરથી બહારના આકાશનું ભવ્ય દૃશ્ય પણ જોવા મળશે.
વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ
મુસાફરોની સુવિધા અને આરામને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સ્ટેશન પર અનેકવિધ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મુખ્યત્વે:
-
આરામદાયક પ્રતીક્ષાલય (Waiting Lounge)
-
શિશુ સંભાળ કક્ષ (Baby Care Room)
-
આધુનિક રેસ્ટ રૂમ્સ
-
ખરીદી માટે વિવિધ રિટેલ આઉટલેટ્સ
-
કાર, બસ અને ઓટો જેવા વિવિધ પરિવહન સાધનો માટે અલગ પાર્કિંગ વિસ્તાર તેમજ સુવ્યવસ્થિત પિક-અપ અને ડ્રોપ-ઓફ બેની સુવિધાનો સમાવેશ થાય છે.
સ્ટેશનની વર્તમાન પ્રગતિ
પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સ્ટેશનના કોનકોર્સ, ટ્રેક અને પ્લેટફોર્મ સ્તરે સ્લેબ કાસ્ટિંગનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં સ્ટેશનના મજબૂત માળખા માટે સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેકશનનું કામ પૂરઝડપે પ્રગતિ પર છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાવાસીઓ માટે હાઇ-સ્પીડ મુસાફરીનો નવો જ યુગ શરૂ થશે અને શહેરના વિકાસમાં એક નવો માઈલસ્ટોન ઉમેરાશે.
-
