વડોદરામાં યોજાશે આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ
Live TV
-
ટેબલ ટેનિસની રાષ્ટ્રીય ટુર્નામેન્ટના સફળ આયોજનના અનુભવને કારણે વડોદરાને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટનું આયોજન
ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું વડોદરાને પ્રાપ્ત થયું છે.ટેબલ ટેનિસની રાષ્ટ્રીય ટુર્નામેન્ટના સફળ આયોજનના અનુભવને કારણે વડોદરાને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટનું આયોજન કરવા મળ્યું છે.કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજીજુ તથા રાજ્યના ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હતા આ આયોજનને ખુલ્લુ મુકાયું હતું.એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019 વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ હતી.એશિયન સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેચા હેઠળ આ આખુય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એશિયન દ્રીપ સમૂહના 8 દેશોએ ભાગ લીધો હતો.
