વડોદરા જિલ્લાના વઢવાણા ગામે યાયાવર પક્ષીઓનું આગમન
Live TV
-
આ તળાવમાં ઠંડી શરૂ થતાં જ સંખ્યાબંધ પક્ષીઓ ચીન, ઇન્ડોનેશિયા, આફ્રિકા, મલેશિયા, નાઇજીરીયા તેમજ હિમાલય પર્વત તરફથી હજારો કિલોમીટર ઉડીને અહીં આવે છે
વડોદરા જિલ્લાના વઢવાણા ગામે આવેલ વઢવાણા સિંચાઈ તળાવ છોટાઉદેપુર ના સંખેડા તાલુકાના મંજરોલ ગામ સુધી ફેલાયેલું છે. વર્ષોથી આ તળાવમાં ઠંડી શરૂ થતાં જ સંખ્યાબંધ પક્ષીઓ ચીન, ઇન્ડોનેશિયા, આફ્રિકા, મલેશિયા, નાઇજીરીયા તેમજ હિમાલય પર્વત તરફથી હજારો કિલોમીટર ઉડીને અહીં આવે છે. આ વર્ષે પણ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. લોકો આ પક્ષીઓને નિહાળવા દૂર દૂર થી ઉમટી પડ્યા છે. ગાજહંસ, રાજ હંસ, ભગવી સુખોળ પીયાસન, સીંગપર, ગયના, કાળટી કારટીયા, કુંજ, કરકરા જેવા જોવાલાયક સુંદર વિવિધ જાતના પક્ષીઓનો, અહીં મેળાવડો ભરાય છે. ૧૦૦ થી ૧૫૦ જાતના પક્ષીઓના કલરવથી ગૂંજતું વઢવાણા તળાવ પક્ષી પ્રેમી પર્યટકો માટે અદ્ભૂત સ્થળ બની રહયું છે.
