Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથના સૂત્રાપાડામાં નવનિર્મિત એ.પી.એમ.સી.નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ

Live TV

X
  • રાજ્ય સરકાર એ ખેડૂતોની સરકાર છે અને રાજ્ય સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- એ.પી.એમ.સી.નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એ ખેડૂતોની સરકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. આ નવનિર્મિત એ.પી.એમ.સી. રાજ્ય સરકારની કિસાન કલ્પ વૃક્ષ યોજના અને કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની કુલ આઠ કરોડ, 62 લાખની સહાયથી નિર્માણ પામી છે. સૂત્રાપાડા તાલુકાના 48 ગામોના ખેડૂતોને હવે આ એ.પી.એમ.સી.માં ઘર આંગણે પોતાની ખેત પેદાશો વેચવાની તક મળશે. આ પ્રસંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુ જિલ્લા પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદીયા તેમજ સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply