Skip to main content
Settings Settings for Dark

વડોદરા : પરપ્રાંતિયોને વતન મોકલવા જિલ્લા કલેક્ટરે કરી વ્યવસ્થા

Live TV

X
  • www.digital gujrat.gov.in ની મદદ થી ઓનલાઇન અરજી કરવાની છે.ઇ પાસ સિસ્ટમ થી જ પરવાનગી આપવામાં આવશે.

    કેન્દ્ર સરકાર નાં આદેશ મુજબ દેશભરના શ્રમિકો તેમજ અન્ય નાગરિકોની શારીરીક તપાસ થયા બાદ તેમને પોતાના રાજ્યમાં જવા દેવા માટેની વ્યવસ્થા કરી છે ત્યારે વડોદરામાં વસતા અન્ય રાજ્યોના નાગરિકોમાટે પોતાના રાજ્યોમાં જવા માટે તેમનું હેલ્થ સ્ક્રીનગ કર્યા બાદ તેમના વતન મોકલવાની વ્યવસ્થાનું આયોજન  કલેકટર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. બીજા રાજ્યોના લોકોને એમના રાજ્યમાં મોકલવાની વ્યવસ્થાના સંકલન માટે કલેકટર કચેરીમાં નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો.વડોદરા શહેર અને જિલ્લામાં બીજા રાજ્યોના લોક ડાઉનમાં ફસાઈ ગયેલા વિધાર્થીઓ, યાત્રાળુઓ,પ્રવાસીઓ અને હિજરતી શ્રમિકોને તેમના રાજ્યોમાં મોકલવા માટે ભારત સરકારના પરિપત્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ ને અનુસરીને આ કામગીરી કરવામાં આવી રહી છે.તેના સંકલન માટે નોડલ ઓફિસર તરીકે નાયબ કલેકટર શ્રીરામ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે . આ કામગીરી માટે  નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે.આ અંગે હેલ્પલાઈન નં.1077 પર થી જરૂરી જાણકારી આપવામાં આવશે. સંબંધિત લોકોએ જરૂરી પાસ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digital gujrat.gov.in ની મદદ થી ઓનલાઇન અરજી કરવાની છે.ઇ પાસ સિસ્ટમ થી જ પરવાનગી આપવામાં આવશે. આ રીતે જવા માંગતા લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા માટે   સી.એચ.સી,  પી.એચ.સી.અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં 9 ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. પોલીસ ટીમની સાથે વધારાની હેલ્થ ટીમ પણ રાખવામાં આવેલ છે . પ્રથમ દિવસે 151 લોકોની અરજી મળી હતી. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ,  દિલ્હી, યુપી, કર્ણાટક ,ઝારખંડ  સહિતના રાજ્યોના લોકોએ પોતાના વતન પરત જવા રજુઆત કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply