Skip to main content
Settings Settings for Dark

વડોદરા મનપાની ટ્યૂશન ક્લાસીસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ

Live TV

X
  • એક જ દિવસમાં 101 કોચિંગ ક્લાસીસના વીજ જોડાણ કાપીને સીલ મરાયું

    વડોદરા મહાનગરપાલિકાએ ટ્યૂશન ક્લાસીસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર સપાટો બોલાવ્યો છે. એક જ દિવસમાં 101 કોચિંગ ક્લાસિસના વીજ જોડાણ કાપીને સીલ મારવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એમ.જી. વી.સી.એલ. ની 10 ટીમોએ શહેરના પાંચેય ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતા ક્લાસીસ પર દરોડા પાડીને વીજ જોડાણ કાપીને સીલ માર્યા હતા. તથા ફાયર સેફ્ટીના સાધનો જરૂરી અવરજવરની વ્યવસ્થા કરીને એનઓસી મેળવ્યા બાદ ક્લાસીસ શરૂ કરવાની નોટિસ ફટકારી છે. આજે રજાને દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 
    દાહોદમાં પણ ફાયર સેફટી વગર ધમધમતા ટ્યૂશન ક્લાસિસ અને અન્ય બહુમાળી ઇમારતો પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ નગરપાલિકા સહિત જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરતા 12 ટ્યુશન કલાસ તેમજ 2 જિમને સીલ કરી દેવામાં આવ્યા છે. આમ કુલ 14 મિલકતોને નોટિસ આપવામાં આવી છે જેમાં 13 હોસ્પિટલ તેમજ એક શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થાય છે.
    તો સેલવાસ વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. જેના પગલે કલેકટર કન્નન ગોપીનાથના આદેશાનુસાર ફાયર વિભાગ અને સ્થાનિક ડિઝાસ્ટર વિભાગે સયુંકત રીતે સેલવાસ મ્યુનિસિપલ વિસ્તાર ઝંડાચોક,આમલી, ટોકરખાડા, નરોલી રોડપર ચાલતા ટ્યુશન ક્લાસીસમાં, સલામતી અંગેની ચકાસણી હાથ ધરી હતી. આ ડ્રાઈવમાં નિયમભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રાઈવમાં સ્થળ પર નિરીક્ષણ કરનારા અધિકારીઓના જણાવ્યાનુસાર , મોટાભાગના સ્થાનો પર ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હતો. આ અનુસંધાને કલેકટર કન્નન ગોપીનાથે જોખમી સ્થાને અને સગવડોનો અભાવ હતો તે ક્લાસીસોને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply