Skip to main content
Settings Settings for Dark

વડોદરા સાવલી જી.આઈ.ડી.સી. સ્થિત હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઈન્ડિયા કટિંગ ડિસ્ક અને ડ્રિલિંગ પ્રોડક્ટ્સ આધારિત કંપની પ્રખ્યાત કંપની

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીના વિચારથી 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઈ હતી. આજે આ સમિટ વેપાર આગળ ધપાવવા, રોજગારી વધારવા અને સાથે મળીને આગળ વધવા માટે દુનિયાભરમાં એક બહુ મોટું અને જાણીતું માધ્યમ તરીકે પ્રત્સ્થાપિત છે.

    વડોદરા જિલ્લામાં આગામી તા.29-30 જુન 2026 દરમિયાન યોજાનાર મધ્ય ગુજરાતની વાઈબ્રન્ટ સમિટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડોદરા જિલ્લો પહેલાથી જ ઉદ્યોગસાહસિકો માટે મન પસંદ સ્થળ રહ્યું છે. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવામાં વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની બહુ મોટી ભાગીદારી રહી છે.

    વડોદરાની એક પ્રખ્યાત કટિંગ ડિસ્ક અને ડ્રિલિંગ પ્રોડક્ટ્સ આધારિત કંપની હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઈન્ડિયા સાવલી જી.આઈ.ડી.સી. વડોદરા ખાતે 2024 થી કાર્યરત છે. ત્યારથી આજદિન સુધીમાં આ કંપનીએ ઘણા પ્રગતિના પથ જોયા છે. જેનું મુખ્ય કારણ વડોદરા જી.આઈ.ડી.સી.ના અધિકારીઓ અને વર્તમાન સરકાર છે. જેઓ દ્વારા જી.આઈ.ડી.સી.ની તમામ કંપનીઓને પુરતો સહયોગ મળતો રહ્યો છે.હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઈન્ડિયા ખાતે અત્યારે ડાયમંડ ઇન્સર્ટ પ્રોડક્ટ્સ (Diamond insert products) એટલે કે જે પાવર ટૂલ્સ હોય છે તેના કટિંગ ડિસ્ક અને તેના ડ્રિલિંગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. ભવિષ્યમા કંપનીના અન્ય પાવર ટૂલ્સ પણ બનાવવાનાનું આયોજન છે. જે Made in India નું એક બહુ મોટું ઉદાહરણ છે. આગામી વર્ષોમાં કંપની દ્વારા ઘણા બધા પ્રોડક્ટ્સ જે અત્યારે ચાઇના બનાવે છે, તે પ્રોડક્ટ્સ આપણે સ્થાનિક વડોદરામાં તેનું ઉત્પાદન કરવાના છે જે ફક્ત ઇન્ડિયા માટે જ નહીં, પણ આખી દુનિયા માટે ઉપયોગી સાબિત થશે.કંપની દ્વારા ખાસ કરીને બાંધકામ ઉદ્યોગ માટેના સાધનો, ટેકનોલોજી અને સોફ્ટવેર બનાવવામાં આવે છે. આ પ્રોડક્ટસને ડિઝાઇનિંગ, ઇન્સ્ટોલેશન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ દરમિયાન સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ પ્રોડક્ટ્સ રોજિંદા સામાન્ય કામોથી લઈને સૌથી કપરા વાતાવરણ અને મુશ્કેલ સાઇટ્સ પર પણ શ્રેષ્ઠ કામ આપી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

    કંપનીના સીઇઓ ગીરીધર જંબુનાથનએ જણાવ્યું હતું કે, કંપની ગ્રાહકોના જોખમો ઘટાડવા, કામની પ્રક્રિયાને સરળ બનાવવા અને પ્રોજેક્ટની ગુણવત્તા જાળવી રાખવા માટે સતત સંશોધન અને વિકાસ R&D પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના માટે હિલ્ટી ખાતે પ્રોડક્શનની સાથે-સાથે રિસર્ચ ફેસિલિટી પણ બનાવી છે. હાલમાં અહીં ૩૫ લોકો કામ કરી રહ્યા છે અને પ્રોડક્શન વધતા અહીં ૫૦થી વધુ લોકોની જરૂરીયાત રહેશે. આ કંપનીમાં સમગ્ર ગુજરાત સહિત ઘણા લોકો બહારના દેશના લોકો પણ કામ કરી રહ્યા છે. જેમા યુરોપ, ચાઇનાથી પણ અહીં ઘણા લોકો કામ કરે છે. સાથે-સાથે કંપનીની એક બહુ મોટી સિદ્ધિ એ છે કે આપણે પ્રોડકટની સાથે સાથે અહિ કામ કરતા લોકોની વિવિધતા પર ઘણું ફોકસ કરીએ છીએ.હાલમાં અહીં પ્રોડક્શન શોપમાં ૨૦% થી વધુ છોકરીઓ મોટી-મોટી ટેકનોલોજીવાળા મશીનો પર ખુબ જ સહજતાથી કામ કરે છે. છોકરીઓ મશીનો પર કામ કરે તેના પર અમે ઘણો ભાર આપ્યો છે.હિલ્ટી કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ ઉદ્યોગને વધુ બહેતર, સુરક્ષિત અને ટકાઉ બનાવવાનો છે. હાલમાં આ ક્ષેત્રમાં મજૂરોની અછત, સાઇટ પર સુરક્ષાના જોખમો અને કાર્બન ઉત્સર્જન જેવી મોટી અસરો જોવા મળી રહી છે, જેને પહોંચી વળવા માટે કંપની ડિજિટલાઇઝેશન, અદ્યતન હાર્ડવેર, સોફ્ટવેર અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આજે ગુજરાત ભારતના એવા રાજ્યોમાં મોખરે છે જ્યાં સૌથી વધુ ઉદ્યોગો અને શહેરો આવેલા છે. અલગ-અલગ ક્ષેત્રોમાં દેશમાં આગળ હોવાની સાથે-સાથે, નવો વેપાર કે ફેક્ટરી શરૂ કરવા માટે ગુજરાત આજે લોકોની પહેલી પસંદ બની ગયું છે. ત્યારે વડોદરા શહેર ગુજરાત ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો માટે સૌથી વધુ પસંદગીના સ્થળોમાંનું એક બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply