વધી નર્મદા ડેમની જળસપાટી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે વિક્રમજનક પ્રવાસીઓ
Live TV
-
ડેમમાંથી છોડાયું 3લાખ 94 હજાર 432 ક્યુસેક પાણી, 133.72 મીટરે પહોંચી જળસપાટી
નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી 133.72 મીટરે પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં આવેલા ઓમ કારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમ પર પાણીની આવકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. હાલમાં પાણીની આવક 4 લાખ 55 હજાર 441 ક્યુસેક થઇ ગઇ છે. પાણીની આવકના પગલે ડેમના ગેટ 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. અત્યારે ડેમમાંથી 3લાખ 94 હજાર 432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે. પાણીનો લાઈવ જથ્થો સરદાર સરોવરમાં 4226 મિલિયન ક્યુબીક મીટર થયો છે.
જ્યારે 1200 મેગાવોટ નું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક કાર્યરત બન્યું છે. પાણીની આવકને લઈ ભરૂચ, નર્મદા, વડોદરા નર્મદાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની સપાટી ઓગસ્ટ માસના રુલ લેવલ 335 ફૂટને પર કરી 336.24 ફૂટ નોંધાઈ હતી, ઉપરવાસમાં આવેલ હાથનુંર ડેમ માંથી પણ 1,04,515 ક્યૂસેક પાણી છોડાતા ડેમના સત્તાધીશોએ રુલ લેવલ જાળવવાને માટે ડેમના પાંચ દરવાજા છ ફૂટ સુધી ખોલી 54,911 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાઓના દિવસોમાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. જન્માષ્ટમી અને રવિવારના દિવસે લોકોનો અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. એક જ દિવસમાં 34 હજાર 126 પ્રવાસીઓ આવ્યા જે અત્યાર સુધીના સૌથી વધુ પ્રવાસીઓનો વિક્રમજનક રોકોર્ડ થયો છે. જેના થકી એક દિવસમાં 51 લાખ 60 હજાર રૂપિયાની આવક થઈ છે
