રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
રાજ્યના જળાશયોની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે
રાજ્યમાં વરસાદે લીધેલ વિરામ બાદ આગામી બે દિવસ ફરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાવા લાગી છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ફરીથી મેઘરાજાની સવારી આવી જતાં ધરતીપુત્રો પણ ખુશખુશાલ થયા છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં રાજ્યના જળાશયોની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે. જ્યારે ઉકાઈ ડેમ તેમજ પાનમ ડેમમાં પણ પાણીની આવક વધતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કડાણા ડેમ ના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમ, સોમકમલા ડેમ અને ઝાંખમ ડેમ માંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમ માં પાણી ની આવક વધારો થતાં રુલ લેવલ જાળવવા માટે કડાણા ડેમમાંથી 12 ગેટ 5 ફૂટ ખોલી ને 1 લાખ 26 હઝાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું.
કડાણા ડેમમાંથી 5 ગેટ 5 ફૂટ ખોલી 68154 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. કડાણા ડેમના 12 ગેટ 5 ફૂટ ખોલી 124964 ક્યુસેક પાણી મહી નદી માં પાણી છોડવામાં આવ્યું હતું. વડોદરામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદનો આ વધુ એક રાઉન્ડ છે.
