ગુજરાત જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત સતત ત્રીજી વખત દેશમાં પ્રથમ ક્રમે
Live TV
-
નીતિ આયોગે જાહેર કરેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાત 75 ગુણાંક સાથે રહ્યુ અગ્રીમ.
નિતી આયોગે તાજેતરમાં દેશના રાજ્યોની વોટર મેનેજમેન્ટ ક્ષેત્રની કામગીરી અંગે બહાર પાડેલા કંપોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત 75 ગુણાંક સાથે અગ્રીમ રહ્યું છે. રાજ્યમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પગલે ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ સતત આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.
2018માં રાજ્યના સ્થાપના દિન પહેલી મે એ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના મંડાણ કરીને ગુજરાતે બે વર્ષમાં 23 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. મુખ્યમંત્રીએ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમની ગુજરાતની આ અગ્રેસરતા માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.
