Skip to main content
Settings Settings for Dark

વન વિભાગની નર્સરી શોધવી હવે સરળ: એક મિસ્ડ કોલથી મળશે રોપાની માહિતી

Live TV

X
  • ગાંધીનગર: રાજ્યના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે એક નવીન ડિજિટલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

    હવે નાગરિકો માત્ર 8320002000 નંબર પર ડાયલ કરીને પોતાની નજીકની નર્સરીની તમામ માહિતી મેળવી શકે છે.કેવી રીતે મેળવશો માહિતી:  8320002000 પર મિસ્ડ કોલ કરવાથી મોબાઈલ પર એક લિંક આવશે, જેમાં નર્સરીનું સરનામું, ગૂગલ મેપ લોકેશન અને અધિકારીઓના સંપર્ક નંબર મળી જશે. આ જ નંબર પર 'Hi' લખીને વોટ્સએપ મેસેજ કરવાથી પણ સંપૂર્ણ મેનૂ ઉપલબ્ધ થશે.રોપાનો લાભ: વન વિભાગની 453 નર્સરીઓમાં 11.80 કરોડ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. નાગરિકો નજીવી કિંમતે (રૂ. 5 થી 15) ઉચ્ચ ગુણવત્તાના રોપાઓ ખરીદી શકે છે, જ્યારે અમુક ચોક્કસ કદના રોપાઓ મફત વિતરણ કરવામાં આવે છે.વન્યજીવ સહાય: વન્યજીવોના રેસ્ક્યૂ અથવા અન્ય ફરિયાદો માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન 1926 કાર્યરત છે.વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા માટે આ ટેક્નોલોજી-આધારિત ઇન-હાઉસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેનાથી નાગરિકો સરળતાથી વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply