Skip to main content
Settings Settings for Dark

વરસાદી આફતમાં જનતાની સુરક્ષા: એમ્બ્યુલન્સ અને તમામ આરોગ્ય કેન્દ્રો 24 કલાક સજ્જ

Live TV

X
  • રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં 'રેડ એલર્ટ'ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યભરની આરોગ્ય સેવાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો.

    દવાઓનો પર્યાપ્ત જથ્થો અને 24 કલાક તબીબી સેવા
    બેઠક બાદ માહિતી આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો અને અન્ય જોખમો વધવાની સંભાવના હોય છે. જેને પગલે રાજ્યની તમામ 108 એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) પર તબીબી તેમજ પેરામેડિકલ સ્ટાફને 24 કલાક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ વિસ્તારમાં દવાઓની જરૂર પડે તો ત્વરિત પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન
    પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાસ કરીને 'રેડ એલર્ટ' વાળા વિસ્તારો જેવા કે અમરેલી, રાજુલા, સુરત, નવસારી અને વલસાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને વિશેષ તકેદારી રાખવા આદેશ અપાયા છે.

    "નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી": મંત્રી
    સમીક્ષા બેઠકનો મુખ્ય ઉદ્દેશ અગમચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવાનો હતો. મંત્રીએ આશ્વસ્ત કરતા કહ્યું કે, હાલ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને કોઈ પણ ચિંતાજનક બાબત નથી. નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે રાજ્ય સરકાર કોઈપણ કમી બાકી રાખવા માંગતી નથી અને તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply