Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે તંત્ર એલર્ટ: મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમીક્ષા બેઠક યોજી

Live TV

X
  • સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ના અભિગમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

    આ સંદર્ભમાં, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.

    તંત્રને 'સ્ટેન્ડબાય' રહેવા સ્પષ્ટ સૂચના
    બેઠક દરમિયાન મંત્રીએ ડેમોની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તૈયારીઓનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો. તેમણે સંબંધિત વિભાગોને નીચે મુજબની સૂચનાઓ આપી હતી:

    સંકલિત કામગીરી: PGVCL, પાણી પુરવઠા, સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગને વીજળી, પાણી અને રસ્તાની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા સ્ટેન્ડબાય રહેવા આદેશ.
    જોખમી બાંધકામો: ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની તાત્કાલિક પુનઃચકાસણી કરી જોખમી એકમો દૂર કરવા.
    આરોગ્ય સુવિધા: રોગચાળો અટકાવવા ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો રાખવો તથા સગર્ભા માતાઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવી.
    રેસ્ક્યુ અને આશ્રય: જરૂર પડે ત્યારે નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં ભોજન-પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.

    તંત્ર સજ્જ, નાગરિકોને સહકારની અપીલ
    મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે કાર તણાઈ હોવાની ઘટનામાં તમામ વ્યક્તિઓને સુરક્ષિત બચાવી લેવામાં તંત્રની ત્વરિત કામગીરી જોવા મળી હતી. મંત્રીએ નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply