વરસાદ દરમિયાન બિસ્માર થયેલા રસ્તા, પુલોને નવરાત્રી પહેલા ઠીક કરી દેવાનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું સૂચન
Live TV
-
ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો અને મોટા શહેરોના માર્ગોને અગ્રીમતા-ગાંધીનગર ખાતે 6.50 કરોડના નવનિર્મિત સર્કિટ હાઉસનું કર્યુ લોકાર્પણ.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો બિસ્માર થયા છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વાહનવ્યવહાર સરળતાથી થઇ શકે એ માટે નવરાત્રી પહેલા મોટાભાગના માર્ગો પૂર્વવત કરી દેવાશે. નાગરિકોને સારી સુવિધા પાડવા માટે માર્ગ મરામતના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. તો સાથે ઉમેર્યું હતું કે, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો અને મોટા શહેરોને જોડતા વધુ ટ્રાફિકવાળા માર્ગોને અગ્રીમતા આપવામાં આવશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટનગર ગાંધીનગર ખાતે રૂપિયા 6.50 કરોડના ખર્ચે નવનિર્મિત અતિ વિશિષ્ટ સરકીટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત જ્યારે મોડલ રાજ્ય છે. પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં આવતા મહાનુભાવોને યોગ્ય સગવડ મળી રહે તે આશયથી આ નવીન સરકીટ હાઉસ બનાવવામાં આવ્યું છે.
