દ્વારકામાં દ્વારકાધીશની ઉતારવામાં આવી મંગળા આરતી
Live TV
-
દ્વારકાધીશ જન્મ ઉત્સવ નિમિત્તે જગતમંદિર દ્વારકા ખાતે સવારે 11 વાગે શ્રૃંગાર યોજાઈ હતી. ભક્તિમય વાતાવરણમાં અને જયઘોષ વચ્ચે ભક્તજનો ભગવાન દ્વારકાધીશની શ્રૃંગાર આરતી યોજાઈ હતી. દ્વારકા - ઓખા તેમજ ખંભાળિયા અને જામનગર - રાજકોટથી ભક્તો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે દ્વારકા પહોંચી રહ્યા છે. દ્વારકામાં આજે મેળા જેવું વાતાવરણ ઉભું થયું છે. સમગ્ર દ્વારકાના બજારોને શણગારવામાં આવ્યા છે. આજે સમગ્ર દ્વારકામાં આનંદનું વાતાવરણ છે. મંદિર પરિસરમાં ભક્તો હાથી ધોડા પાલખી - જય કનૈયા લાલ કીના ઘોષ સાથે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ રહ્યા છે.
