વરસાદ બાદ કેરીના ભાવ ગગડ્યા
Live TV
-
દરરોજ સાતથી આઠ હજાર બોક્ષની આવક
જૂનાગઢ જિલ્લામાં તાલાળા ગીર બાદ વંથલી સોરઠ તાલુકાના બગીચાની કેરીની આવક હજુ ચાલુ જ છે. જૂન માસમાં આવેલા વાયુ વાવાઝોડાની અસરથી વંથલી તાલુકામાં આંબાના બગીચાની કેરીમાં નુકશાની જોવા મળી છે. માર્કેટ યાર્ડમાં દરરોજ સાતથી આઠ હજાર બોક્ષની આવક છે. હાલની સ્થિતિમાં ભાવ 200થી 400 રૂપિયા સુધી મળે છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ભાવ એવરેજ આવી રહ્યા છે
