વલસાડ જિલ્લાના ઉમરપાડાના GIDCમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
Live TV
-
વલસાડ જિલ્લાના ઉમરપાડાના GIDC માં આવેલી,, Clear Police Private Limited માં,, મોડી રાત્રે વિકરાળ આગ ફાટી નીકળી હતી.. જે વહેલી સવારે કાબૂમાં આવી હતી. તંત્રએ બ્રિગેડ કોલ જાહેર કરીને ઉમરગામ, સરીગામ, વાપી, વાપી GIDC, પારડી, ધરમપુર,, અને વલસાડના ફાયર ફાઈટરોની મદદ લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વલસાડમાં પ્લાસ્ટિક બેગ બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ત્યાં તૈનાત સિક્યોરિટી ગાર્ડ અને અન્ય બે કર્મચારીઓએ એલર્ટ જારી કરી અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
કંપનીમાં પ્લાસ્ટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તરત જ કાબૂ બહાર ગઈ હતી. ફાયર બ્રિગેડને માહિતી મળતાની સાથે જ 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ટીમના સભ્યોએ આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. આગનું ગંભીર સ્વરૂપ જોઈને કંપનીના કર્મચારીઓ સલામત રીતે બહાર આવ્યા હતા.
