વાઈબ્રન્ટ ગુજરાત 2024 સમિટ પહેલા મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી જશે 7 દિવસના વિદેશ પ્રવાસે
Live TV
-
વાઈબ્રન્ટ ગુજરાત 2024 સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિદેશ પ્રવાસ જશે.
વાઈબ્રન્ટ ગુજરાત 2024 સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિદેશ પ્રવાસ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 27 નવેમ્બર થી સાત દિવસ માટે જાપાન અને સિંગાપોર ના પ્રવાસે જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ સહિત અન્ય 7 સિનિયર અધિકારીઓ પ્રવાસમાં જોડાશે. પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી ત્યાંના ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને રાજ્યમાં રોકાણ કરવા અને વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેવા આમંત્રણ આપશે. તો ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપુત 28 નવેમ્બર થી ત્રણ દિવસ માટે મલેશિયાના પ્રવાસે જશે. ઉદ્યોગ મંત્રી સાથે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વિદેશ પ્રવાસમાં જોડાશે.
