Skip to main content
Settings Settings for Dark

ખેલ મહાકુંભ 2.0 માં રમવા માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 66.16 લાખ ખેલાડીઓએ કરાવી નોંધણી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેલ મહાકુંભ 2.0 ની વિધિવત જાહેરાત થયા બાદ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશનમાં ભારે ઉત્સાહ બતાવવામં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેલ મહાકુંભ 2.0 ની વિધિવત જાહેરાત થયા બાદ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશનમાં ભારે ઉત્સાહ બતાવવામં આવ્યો છે. ખેલ મહાકુંભ 2.0 માટે રજીસ્ટ્રેશન શરુ કરાયા બાદ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 66.16 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખેલ મહાકુંભમાં કુલ 39 રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ખેલ મહાકુંભ 2.0 નવેમ્બર મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરથી શરૂ થશે. 

    ગુજરાતમાં શરુ થયેલા ખેલ મહાકુંભના કારણે ગુજરાતના યુવાનોમાં વિવિધ રમતો રમવા માટે ઉત્સાહનું સિંચન થયું છે. ત્યારે ફરીથી આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરાયું છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં રમવા માટે  66.16 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર રમતો રમવા માટે ગુજરાતના યુવાનોને તક મળે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply